Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સુરતના નાના વરાછામાં ચોકીદારે હાથ સાફ કર્યો : ૭ લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ફરાર

સુરત: સુરતના નાના વરાછામાં વોચમેનએ ચોરી કરી છે. નવા આવેલા વોચમેને ફ્લેટમાં હાથ સાફ કર્યો છે. શ્યામધામ એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં લાખોની ચોરી કરી છે. વોચમેન લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ફરાર થયો છે. દિવાળી વેકેશન માણવા ગયેલા બંધ મકાનોમાં ચોરી કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. નાના વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ એપાર્ટમેન્ટના ફ્લેટમાં લાખોની ચોરી કરવામાં આવી છે.દિવાળી વેકેશન મણવા ગયેલા બંધ મકાનમાં ચોકીદાર ટોળકીએ હાથ સાફ કર્યો છે. નવા આવેલા વોચમેને ફ્લેટમાં પોતાના સાથીદારો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લાખથી વધુની રોકડ સહિત દાગીના લઈ ચોર ટોળકી ફરાર થઇ છે. નોકર સહિત લોકો સીસીટીવીમાં ચોરી કરતા કેદ થયા છે. મામલે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)