Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સુરતના ગોપીપુરામાં મહિલા સંચાલિત દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ :પાંચ ગ્રાહકો અને બે મહિલા ઝડપાયા

ટેલિફોનિક ફરિયાદ બાદ અઠવા લાઇન્સ પોલીસની દરોડા કાર્યવાહી

 

સુરત: શહેરના ગોપીપુરામાં દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે.પોલીસ દરોડામાં પાંચ ગ્રાહકો અને બે મહિલાની ધરપકડ કરાઈ છે  ફ્લેટમાં 30 વર્ષિય મહિલા દ્વારા કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસ તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી  વિગત પ્રમાણે શહેના ગોપીપુરામાં વાઘેશ્વરી માતાજીની પોળમાં આવેલા મહાદેવ હાઇટ્સના એક ફ્લેટમાં 30 વર્ષીય મહિલા દ્વારા કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની ટેલિફોનિક  આધારે અઠવા લાઇન્સ પોલીસે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા કાર્યવાહી દરમિયાન મહિલા ઉપરાંત પાંચ ગ્રાહકો દિલીપ ભૈયાલાલ, રાહુલ પપ્પુ, બાદલ સુરેશ, મયૂર વીજેન્દ્ર અને સતેન્દ્ર બ્રિજનંદન રંગે હાથ ઝડપાયા હતા. તો બે રૂપલલનાની પણ પોલીસ ધરપકડ કરી હતી.
 
સમગ્ર કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એમ તોગડા કરી રહ્યાં છે. સામાન્ય રીતે કુટણખાના જેવી જગ્યાએ દરોડા પાડવા માટે પોલીસ ડમી ગ્રાહકનો સહારો લે છે પરંતુ કિસ્સામાં પોલીસે એક ટેલિફોનિક બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, દરોડામાં પકડાયેલા તમામ ગ્રાહકો મજૂર વર્ગના હોવાનું કહેવામાં આવે છે.

(12:57 am IST)
  • RBIને અરુણ જેટલીએ આપી ચેતવણી : મુદ્રા પ્રવાહનું ગળું ન દબાવે RBI: અરુણ જેટલી : 2 દિવસ બાદ RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક : અરુણ જેટલીનું નિવેદન માનવામાં આવે છે સૂચક : હાલના સમયમાં ક્રેડિટ ફ્લો જ સૌથી મોટો મુદ્દો : જેટલી રઘુરામની ગુણવત્તા સમીક્ષાનું જેટલીએ સમર્થન કર્યું access_time 1:17 pm IST

  • ગાંધીનગર : પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મ જયંતિ મહોત્સવ:મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કાર્યક્રમમાં રહેશે હાજર : ૧૫થી ૨૫ ડિસેમ્બર સુધી ચાલશે જન્મ જયંતિ મહોત્સવ : ૩.૫ લાખ સ્ક્વેર મીટરમાં વિવિધ થીમ સાથે બનાવાયા છે ૨૨ ડોમ : બાળકો, યુવાનો, વડીલો માટે અલગ અલગ થીમના ડોમ બનાવાયા access_time 12:33 pm IST

  • રાહુલ ગાંધીએ આપ્યો PM નરેન્દ્ર મોદીને પડકાર:રાફેલ મુદ્દે ડિબેટ અંગે રાહુલનો PMને પડકાર:મોદી મારી સાથે 15 મિનિટ ચર્ચા કરેઃ રાહુલ:કોઈપણ મંચ પર PM સાથે ચર્ચા માટે તૈયારઃ રાહુલ access_time 12:41 pm IST