Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ST કન્યાઓને અનાજમાં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે.પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધ્યાન પર આવતા "અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન" દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે.જેમાં પ્રાયોગિક ધોરણે હાલ વિતરણ કરવામાં આવ્યું છે.પરંતુ આગળ જતાં હજુ વધુ લાભો આ કન્યાઓને મળે તેવા આશય સાથે અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા આજે શરૂઆત કરવામાં આવી જેમાં સંસ્થાના આદ્યસ્થાપક કિરીકુમાર સોની તેમજ હસુમતીબેન સોની હાજર રહ્યા હતા

 . શરૂઆતના પ્રથમ દિવસે ઘઉં,ચોખા ખાંડ,તુવેર દાળ અને તેલની એક કીટ બનાવી આ કીટ કુલ ૧૬ કન્યાઓ ને વિતરણ કરવામાં આવી હતી આગળ જતાં જેમ વધુ દાતાઓ મળતા જશે તેમ વધુ કન્યાઓને આ કીટ નો લાભ આપવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જાણવા મળ્યું હતું.

(10:48 pm IST)