Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

દર સોમવારે બંધ રખાતું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની માંગને ધ્યાને રાખી આગામી બે સોમવાર સુધી ખુલ્લુ રહેશે

તમામ પ્રવાસન સ્થળોએ માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.,COVID-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : માર્ચ મહિનાથી કોરોનાં મહામારીનાં કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન સ્થળો બંધ રખાયા હતા.બાદમાં ઓકટોબર માસથી એક બાદ એક પ્રવાસન સ્થળો COVID19 ની ગાઇડલાઇન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે.
  જેમાં પ્રવાસીઓની માંગણી અને લાગણીને ધ્યાને રાખીને આગામી તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦, ને અંતિમ બે સોમવારે પણ સાપ્તાહિક રજા મોકુફ રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં તમામ પ્રવાસન સ્થળોએ COVID-19 ની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે માત્ર અને માત્ર ઓનલાઇન ટિકિટ બૂક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ અપાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સમગ્ર દીવસ દરમ્યાન ૨૫૦૦ પ્રવાસીને જ ૫ સ્લોટમાં પ્રવેશ અપાશે.વ્યુઇંગ ગેલેરીમાં સમગ્ર દીવસ દરમ્યાન ૫૦૦ પ્રવાસી ઓને જ પ્રવેશ મળશે.અત્રે COVID19 ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે.  

નોંધ: ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે:- www.soutickets.in પર log in કરીને તમામ પ્રવાસન સ્થળોની ટિકિટ બૂક કરી શકાશે.

ટિકિટ બુકિંગ સહિતની અન્ય સમસ્યા માટે:- 
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક કરી શકો છો.તેમ મુખ્ય વહીવટદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ થી જાણવા મળ્યું છે.

(10:43 pm IST)