Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પંચમહાલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કર્યો : દાણની કિંમતમાં કિલોએ એક રૂપિયો ઘટાડ્યો

ત્રણ જિલ્લાના અંદાજે 2,50 લાખ પશુપાલકોને મળશે સીધો લાભ

પંચમહાલ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પંચમહાલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કર્યો છે. દાણની કિંમતમાં પ્રતિ કિ.ગ્રાએ રૂપિયા ૧ નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પંચામૃત ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ૬૮૦ રૂપિયા ચુકવે છે. જે વધીને હવે ૨૧ ઓક્ટોબરથી પ્રતિ કિલો ફેટના ૬૯૦ ચુકવવામાં આવશે.

  આ ભાવ વધારાનો પંચમહાલ, મહીસાગર સહીત દાહોદ જિલ્લાના અંદાજે ૨ લાખ ૫૦ હજાર પશુપાલકોને સીધો લાભ મળશે. દૂધ ઉત્પાદકોમાં પણ આનંદની લહેર છવાઈ છે.

(12:18 am IST)