Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેનાર નાઈઝીરીયન અને નાગાલેંડની મહિલાની દિલ્હીથી ધરપકડ

આરોપીઓ વિધવા કે કુવારી યુવતીઓને ટાર્ગેટ બનાવતા : સાયબર સેલે ઝડપી લીધા

 

અમદાવાદ : સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેનારા નાઈઝીરીયન અને નાગાલેંડની મહિલાની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિધવા કે કુવારી યુવતીઓને ટાર્ગેટ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા.

  સાયબર સેલે દિલ્હી ખાતેથી નાઈઝીરીયન ઇક્વેન્ઝ ઓડીક્પો અને વિર્હુની નાયેખાની ધરપકડ કરી તેની પાસથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

   બંને આરોપીઓ વિધવા મહિલાઓ અને કુવારી યુવતીઓને લગ્નની લાલચ આપી છેતરપીંડી આચરતા હતા. આરોપીઓ ફેસબુકના માધ્યમથી વિદેશી યુવકના નામની ખોટી પ્રોફાઈલ બનાવી વિધવા મહિલાઓ અને કુવારી યુવતીઓ સાથે સંબંધ કેળવી બાદમાં લગ્નની પ્રસ્તાવ આપી પોતે ફોરેનમાં રહે છે અને ઉચ્ચા હોદ્દાની નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપતા હતા. આરોપી મહિલા કે યુવતીને લાલચ આપી તેની માટે મોંઘો મોબાઈલ જ્વેલરી સહિતની વસ્તુઓ ખરીદી છે. જે કુરિયર મારફતે મોકલે છે. જે બાદ આરોપી યુવતી ભોગ બનનારને કોલ કરીને પોતે એરપોર્ટ પરથી બોલે છે તમારું કુરિયર આવ્યું છે.

પરંતુ તેના માટે અલગ અલગ સરકારી ચાર્જ ચૂકવવો પડશે તેના બહાના હેઠળ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવાવા માટે કહેતા હતા. એક વખત કોઇપણ તેની લાલચમાં ફસાય જાય બાદમાં તે એકાઉન્ટ અને મોબાઈલ નંબર બંધ કરી દેતા હતા. આરોપી નાઈઝીરીયન શખ્શ ટુરિસ્ટ વિઝા પર ભારત આવી છેલ્લા વર્ષથી રહેતો હતો જ્યારે યુવતી તેની સાથે લિવઇનમાં રહેતી અને અલગ અલગ લોકોને બંને લોકો છેતરતા હતા. ત્યારે હાલમાં સાયબર સેલે બંને આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

(11:47 pm IST)