Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ડીસામાં 52 બસના 100થી વધુ ડ્રાઈવર- કંડક્ટરનું બ્રિથ એનલાઈઝરથી ચેકિંગ

રેન્ડમને લઈ ચેકીંગ દ્વારા કોઈ જ ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં મળેલ નહિ.

ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ યોજાઈ હતી જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરાયું હતું આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. આ રેન્ડમને લઈ ચેકીંગ દ્વારા કોઈ જ ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં મળેલ નહિ.

  ડીસા ડેપોમાં પણ લાઈન ચેકીંગ સ્ક્વોડ અને સિનિયર ઇન્સ્પેકેટર સિક્યુરિટી શાખા પાલનપુર દ્વારા રેન્ડમલી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસા ડેપોના ૨૨ રૂટના ડ્રાઈવર અને અન્ય રૂટના ૨૮બસોના મળી કુલ ૫૦ જેટલા બસોના ડ્રાઈવરનું બ્રિથ એનાલાઇજર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું

 આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે બસના ચાલકો નશાયુક્ત હાલતમાં ડ્રાઈવ કરી અકસ્માત સર્જી મુસાફરોના જીવ જોખમમાં ન મૂકે તે માટે સાવચેતીના ભાગ રૂપે આ ડ્રાઇવ યોજાઈ હતી જેમાં પાલનપુર સિનિયર ઇન્સ્પેકટર સિક્યુરિટી પાલનપુરના અધિકારી અતિતભાઈ લાઈન ચેકીંગ સ્ક્વોડ અમદાવાદના અધિકારીઓ પણ જોડાયા હતા અને આ ડ્રાઈવ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી હટી 

(10:37 pm IST)