Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બાયડ બજારમાં ધોળે દિવસે જે,કે, આંગડિયા પેઢીની ઓફિસમાં 3,50 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયો

દખણેશ્વરના ગામના ભાવિકને દેણું વધી જતા ગુન્હાને અંજામ આપ્યો

બાયડમાં મુખ્ય બજારમાં મેડા પર આવેલી જે.કે.આંગડિયા પેઢીમાં લૂંટારુઓ ધસી જઈ ઓફિસમાં ફરજ બજાવતા સોમાભાઈ મણીભાઈ પટેલ પર તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા ૩.૫૦ લાખ રૂપિયાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ જતા ચકચાર મચી હતી. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

  બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત અને તેમની બે ટીમે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવક અંગે તપાસ આદરી હતી અને સમગ્ર ઘટનાને ૮૦ દિવસ જેટલા સમય પછી આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપનાર દખણેશ્વરના ગામના ભાવિક દિનેશ ભાઈ પટેલ ને દબોચી લઈ ૨ દિવસના રિમાન્ડ મેળવતા યુવકે રિમાન્ડ દરમિયાન પોતાને દેવું વધી જતા બાયડની જે.કે. આંગડિયા પેઢીમાં જઈ આંગડિયા પેઢીના કર્મચારીને માથામાં હથોડીના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા ૨.૧૨ લાખ રોકડા રૂપિયા, મોબાઈલ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લેતા બાયડની આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી બાયડ પોલીસે આ લૂંટની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી અંગે સઘન પૂછપરછ હાથધરી હતી.

  બાયડના દખણેશ્વર ગામના ભાવિક દિનેશભાઈ પટેલ નામના યુવકે આંગડિયા પેઢીમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત બહાર આવતા યુવકના પરિવારજનો,મિત્ર વર્તુળ અને ગ્રામજનો સ્તબ્ધ બની ગયા છે અને લૂંટની ઘટનાને ભાવિકે અંજામ આપ્યો હોવાની વાત સ્વીકારવા હજુ પણ તૈયાર નથી.

ચોલામંડલમ ફાઈનાન્સમાં ફરજ બજાવતો દખણેશ્વરના ભાવેશ પટેલની નોકરી છૂટી જતા ત્રણ-ચાર મહિના થી ઘરે હતો અને દેવું વધી જતા નોકરી દરમિયાન જે .કે. આંગડિયા પેઢીમાં મુલાકાત લેવાની થતી હોવાથી આંગડિયા પેઢીમાં ફરજબજાવતા કર્મચારી ઉંમરલાયક હોવાની સાથે એકલાજ ફરજ બજાવતા હોવાથી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આસાની જણાતા લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને સફળતા પણ મળી પરંતુ આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના લીધે આખરે પોલીસ સકંજામાં આવી ગયો હતો.

(8:55 pm IST)