Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વિરમગામ પંથકમાં મહીલાઓ દ્વારા 'કરવા ચોથ'નું વ્રત કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ

વિરમગામમાં મહીલાઓએ આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને રાત્રે ચંદ્રના દર્શન કરીને પારણાં કર્યાં

( વંદના નીલકંઠ વાસુકિયા ) વિરમગામ:  ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું ખૂબ મહત્વ રહેલું છે. દરેક વ્રતની પાછળ એક કથા હોય છે અને આ વ્રતોને દરેક સ્ત્રી ખૂબ જ શ્રધ્ધાથી કરે છે. પોતાના પરિવાર અને પતિના લાંબા આયુષ્ય માટે કોઇપણ સંજોગોમાં સ્ત્રી ભૂખ્યા તરસ્યા રહીને પણ ઉપવાસ કરે છે. ત્યારે વિરમગામ પંથકમાં મહીલાઓ દ્વારા 'કરવા ચોથ'નું વ્રત કરીને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી

  . ખાસ કરીને ઉત્તર ભારતીય મહીલાઓ દ્વારા 'કરવા ચોથ'ના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વ્રત કેટલીક ગુજરાતી મહિલાઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે અને આ દિવસે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને રાત્રે ચંદ્રના દર્શન કરીને પારણાં કરીને વ્રત છોડે છે.

(8:10 pm IST)