Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઉમરેઠ તાલુકાના ભાલેજ નજીક વિવાદી જમીનનો કબ્જો લેવા ગયેલ સાત શખ્સોએ ફાયરિંગ કર્યું: તલવાર,ધારિયાથી હિંસક હુમલો કરતા ત્રણ ઘાયલ

ઉમરેઠ: તાલુકાના ભાલેજ નજીક આવેલી તાડપુરા ચોકડી પાસેની એક વિવાદી જમીનનો કબજો લેવા ગયેલા સાતેક જેટલા શખ્સોએ તમંચામાથી ફાયરીંગ કરીને તલવાર, ધારીયું, લાકડી તેમજ હોકી જેવા હથિયારોથી મારામારી કરતાં ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જેમને સારવાર માટે આણંદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ભાલેજ પોલીસે રાયોટીંગ વીથ આર્મ્સ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી તાજ આબાદ સોસાયટીમાં રહેતા સાબીરશા ઈસ્માઈલશા દિવાને ૨૦૧૦માં ભાલેજ ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૭૬૨-૬૪.૭૫ ગુંઠાવાળી જમીન રમેશભાઈ મંગળભાઈ પટેલ પાસેથી વેચાણ દસ્તાવેજથી પુરતુ અવેજ ચુકવીને ખરીદી હતી. ત્યારથી જમીન સાબીરશા ખેડતા આવ્યા છે. જમીન બાબતે કોર્ટમાં તકરારો પણ થયેલી છે. જો કે સાત બારમાં છેલ્લે સાબીરશાનું નામ છે. જેથી તેમણે વર્ષે તમાકુનો પાક કર્યો હતો. જમીન આણંદના સીકંદરમીંયા હૈદરમીંયા શેખે રમેશભાઈના વારસદારો પાસેથી બાનાખત કરીને ખરીદી છે તેમ જણાવીને કબજો લેવાનો પ્રયાસ કરતો હતો.

 

(5:38 pm IST)