Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

માતર તાલુકાના સંધાણામાં ઘરકામ કરવા બાબતે પરિણીતા સાથે ઝઘડો કરી સાસરિયાએ માર મારી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

માતર: તાલુકાના સંધાણાની પરિણીતા સાથે ઘરકામ બાબતે ઝઘડો કરી તેના સાસરીયાઓએ માર મારી તેની બહેનને ફોન કરી તેને લઈ જવા જણાવ્યું હતું અને જો નહીં લઈ જાય તો તેને રેલવે સ્ટેશન બાજુ ફેંકી દઈશું તેવી ધમકીઓ આપતાં પોલીસે પતિ, સાસુ-સસરાં અને જેઠાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં રહેતાં બિસ્મીલ્લાહખાન હસનખાન પઠાણની પુત્રી કરીશ્માબાનું ના લગ્ન દોઢેક વર્ષ અગાઉ માતર તાલુકાના સંધાણામાં રહેતાં ગુલામહુસેન પઠાણના પુત્ર ઈનાયતખાન સાથે જ્ઞાતિના રીતિરીવાજ મુજબ થયાં હતાં. લગ્નનો થોડા મહિનાઓ સુખરૂપ વિત્યા બાદ પતિ તેમજ સાસરીયાઓએ ભેગા મળી કરીશ્માને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જો કે ઘરસંસાર બગડે નહીં તે માટે કરીશ્મા તેના સાસરીયાઓનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી.

(5:37 pm IST)