Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નડિયાદના કણજરીમાં ઘર આગળ રીક્ષા ઉભી રાખવા માટે બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલો કરતા 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત: બને પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના કણજરીમાં આવેલ નવી ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં વ્હોરા-પઠાણ પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ઘર આગળ રીક્ષા ઊભી રાખવા મુદ્દે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પરિવારના સભ્યો ધારીયા જેવા તી- હથિયારો લઈ સામસામે આવી ગયાં હતાં. ઝઘડામાં બંને પક્ષોના મળી કુલ સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે ચકલાસી પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરીમાં નવી ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં સલીમભાઈ રાજુભાઈ વ્હોરા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત મંગળવારના રોજ સલીમ તેની રીક્ષા લઈ તેના વિસ્તારમાં રહેતાં સાબીરખાન અકબરખાન પઠાણના ઘર આગળ ઊભો હતો. જેથી સાબીરખાને તેના ઘર આગળ રીક્ષા ઊભી રાખનાર સલીમને ગમેતેમ ગાળો બોલતાં તે તેની રીક્ષા લઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો. અને આની જાણ સલીમે તેના પિતા રાજુભાઈ વ્હોરાને કરી હતી. જે બાદ સલીમ અને તેના પિતા રાજુભાઈ ગમેતેમ ગાળો બોલી સાબીરખાન પઠાણના ઘર આગળ ગયાં હતાં. જ્યાં સાબીરખાનના પુત્ર અલ્ફાજે ઉશ્કેરાઈ જઈ રાજુભાઈને લાફો મારી દીધો હતો. જો કે જે તે સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. સવારે થયેલા ઝઘડાની રીસ રાખી સાબીરખાનના પુત્રો સાજીદખાન અને અલ્ફાઝખાન પાઈપ લઈ રાજુભાઈ વ્હોરાના ઘરે પહોંચી ગયાં હતા. અને તે સમયે ઘરે હાજર રાજુભાઈના પુત્ર શાહરૂખને માથામાં પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી.

(5:37 pm IST)