Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોડાસામાં ઠેર ઠેર ગંદકીથી મચ્છરોના ઉપદ્રવ વધ્યા:રહીશોના સ્વાસ્થ્યને માથે જોખમ તોળાયું

મોડાસા:મોડાસા નગરમાં આવેલી વસુધા સોસાયટી પાસે અને સર્વોદયનગર પ્રાથમિક શાળા નજીક ગંદકીના ઢેર પડી રહેતા મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે. વિસ્તારમાં રહેતા રહીશો ગંદકીને લઈ પરેશાની ભોગવી રહયા છે.જયારે શાળામાં આવતા બાળકોને ગંદકીને લઈ સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે.વસુધા સોસાયટીના રહીશો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ આજદીન સુધી ગંદકી ઠેરની ઠેર રહેતા લોકોના સ્વાસ્થય સાથે ચેંડા થઈ રહયા છે. સત્વરે ગંદકીને દૂર કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરાઈ હતી.

વસુધા સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે  સોસાયટીની અંદર પ્રવેશવાના માર્ગ ઉપર ગંદકી ખદબદી ઉઠી છે.ગંદકીને કારણે સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે.મચ્છરોનો પણ અસહ્ય ત્રાસ થઈ ગયો છે અને અસહ્ય દુર્ગધ આવે છે. અંગે વારંવાર રજુઆત કરવા છતાં સોસાયટી ઈન્ટીરીયર હોઈ કોઈજ પ્રકારનું સફાઈ અંગેનું ધ્યાન નગરપાલિકા દ્વારા પુરૃ પાડવામાં આવતું નથી.

(5:36 pm IST)