Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ચાણસ્માના જીતોડામાં દારૂના કેસના આરોપીમાં પકડવા ગયેલ પોલીસ પર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો: આરોપીને અદાલતે 8 માસની સજાની સુનવણી કરી

ચાણસ્મા:ચાણસ્માના જિતોડા ગામે દારૃના કેસના આરોપી પકડવા ગયેલી પોલીસ ઉપર લોખંડની પાઈપ તલવાર જેવા ઘાતક હથિયારથી ઘાતકી હૂમલો કરી કોન્સ્ટેબલ અને પીએસઆઈને ઈજાઓ કરવાના આરોપમાં પકડાયેલા આરોપીને પાટણની સેસન્સ કોર્ટમા ંજજ બી.એસ.ઉપાધ્યાય આરોપી ધમાજી ઉર્ફે ધમો ચેતાજી ઠાકોરને માસ અને ૨૫ દિવસ સાદી કેદ તથા રૃ.૨૫ હજારની રકમ ઈજા પામેલા પોલીસ કર્મચારીને વળતરરૃપે ચુકવવા આદેશ કર્યો હતો.

કેસની વિગતો એવી છે કે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં તત્કાલિન પીએસઆઈ આર.પી.ઝાલા તથા કોન્સ્ટેબલ લાલસિંહ તથા સ્ટાફ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દારૃના નોંધાયેલા કેસમાં આરોપી ધમા ઠાકોરને પકડવા માટે તેના ઘરે તા.૧૨--૧૭ના રોજ ગયેલ હતો. થમાજી લોખંડની પાઈપથી લાલસિંહના માથામાં અને ઝડબા પર મારી હતી. તેને બચાવવા પીએસઆઈ પાઈપ ઝુંટવી લીધી હતી. ત્યારે ધમાજીની પત્ની સરુખાએ ઘરમાંથી તલવાર આપીને કહેલ કે લે તલવાર બંનેને મારી નાખો. ધમાએ તલવારથી લાલસિંહ પર ઘા કરતાં તેમને પેટના ભાગે વાગી હતી. તેણે હાથ આડો કરતાં હાથે વાગી હતી. બંને પતિ-પત્ની નાસી ગયા હતા.

(5:32 pm IST)