Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ગાંધીનગરમાં સે-25માં સહકાર કોલોનીમાં આંતરિક માર્ગો ઉબડખાબડ હાલતમાં જોવા મળ્યા: વાહન ચાલકોને હાલાકી: અકસ્માતનો ભય વધ્યો

ગાંધીનગર:શહેરના સેક્ટર-૨૫માં આવેલી સહકાર કોલોનીના આંતરિક માર્ગો થોડા સમય અગાઉ બનાવવામાં આવ્યા હતાં. ત્યારે તાજેતરમાં થયેલી ખોદકામની પ્રવૃત્તિ બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં માર્ગો ઉબડખાબડ બની જવા પામ્યા છે જેના પગલે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે.

રાજ્યના પાટનગરમાં તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ખોદકામની પ્રવૃત્તિ કરાયા બાદ યોગ્ય રીતે પુરાણની કામગીરી કરવામાં નહીં આવતાં માર્ગોની હાલત પણ કથળી જાય છે. ત્યારે થોડા સમય અગાઉ સેક્ટર-૨૫માં આવેલી સહકાર કોલોનીમાં ખોદકામ કરાયા બાદ માર્ગો ઉપર આડેધડ આયોજન વગર પુરાણની કામગીરી કરી નાંખવામાં આવી હતી. આમ થોડા સમય અગાઉ થયેલાં વરસાદમાં જમીન બેસી જવાના કારણે માર્ગો ઉબડખાબડ થઇ જવા પામ્યાં છે

(5:30 pm IST)