Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરત: પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી એસઓજીની ટીમે ચેંકિંગ હાથ ધર્યું: 4 લાખની કિંમતનો 66 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો

સુરત:પૂરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી એસઓજી અને એનડીપીએસની ટીમને ચલથાણથી પરત થતી વેળા ટ્રેનમાં ચેકિંગ દરમિયાન રુ. ચાર લાખની કિંમતનો 66 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો
 

એસઓજી અને એનડીપીએસ ટીમના સભ્યો પૂરી-અમદાવાદ એક્સપ્રેસ (12843) ટ્રેનમાં નંદુરબારથી પેટ્રોલિંગ ચેકિંગ કરતા સુરત તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રેનના કોચ એસ વન અને ટુ વચ્ચેના કોરિડોરમાંથી ત્રણ જેટલાં સફેદ થેલાઓ બિનવારસી હાલતમાં જોવા મળ્યાં હતાં. કોથળાઓમાં એનડીપીએસ અંગેનો શક જતા ચેક કરતાં ખાખી સેલોટેપ વિંટાળી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ભરેલા પેકેટો મૂકવામાં આવ્યા હોવાનું જણાયું હતું.

(5:29 pm IST)