Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરત: રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં અન્ય મુસાફરને લુંટનાર માછીવાડના યુવાનની ધરપકડ: ત્રણ લુટારુઓનો ભાંડો ફૂટતા યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો

સુરત: શહેરમાં પ્રવાસીના સ્વાંગમાં રીક્ષામાં મુસાફરોને લૂંટી લેતી ગેંગે નાનપુરા માછીવાડના યુવાનનો રોકડ-ફોન ચોરતા પકડાઇ ગયા બાદ ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

નાનપુરા માછીવાડના અલફારૃકી એપાર્ટમેન્ટમાં રહેતો અને પ્લમ્બરનું કામ કરતો સુલેમાન અંસારી શેખ (.. 31) ગત રાત્રે ભટાર વિસ્તારમાં પ્લમ્બરનું કામ કરી રાત્રે નવ વાગ્યાના અરસામાં ઘરે જવા માટે ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલથી રીક્ષામાં બેઠો હતો. તે દરમ્યાન રીક્ષા ચાલક અને મુસાફરમાં સ્વાંગમાં સવાર ત્રણ લુંટારૃઓએ ચાલુ રીક્ષામાં સુલેમાનનો મોબાઇલ ફોન અને રોકડા રૃા. 700 તફડાવી લીધા હતા. જો કે સુલેમાનને ગંધ આવી જતા તેણે મુસાફરનો સ્વાંગ રચનાર લુંટારૃઓને રોકડ અને મોબાઇલ આપી દેવા કહ્યું હતું. પરંતુ ત્રણ પૈકીના એક લુંટારૃએ સુલેમાનને તમાચો ઝીંકી દીધો હતો અને તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

(5:28 pm IST)