Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વડોદરા: બેંક ઓફ બરોડાની સેવાથી કંટાળી ગ્રાહકે આક્રોશ મચાવ્યો: એટીએમમાં તોડફોડ કરી વોચમેનને ધમકી આપતા ફરિયાદ દાખલ

વડોદરા: શહેરમાં  બેંક ઓફ બરોડાની સેવાથી કંટાળી ગયેલા એક ગ્રાહકે ખોડીયારનગર ખાતેની બેંકના એટીએમમાં તોડફોડ કરી વોચમેનને ધમકી આપી હોવાની ફરિયાદ મેનેજરે ગ્રાહક સામે નોંધાવી છે.

ખોડીયારનગર ખાતે બેંક ઓફ બરોડાની બ્રાંચના મેનેજર સુકેતુ અશોક શુકલએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૩ના રોજ સાંજે એક ગ્રાહક એટીએમ મશીન પર આવ્યો ત્યારે મશીન બંધ હતું જેથી સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી હતી કે આજે મશીન બંધ છે અને હું કાલે ફરીથી આવીશ જો બંધ હશે તો મશીન સળગાવી દઇશ, ગ્રાહકે મશીનોના તાળા તોડી રૃા. હજારનું નુકસાન પણ કર્યું હતું એટલું નહી પરંતુ રસ્તે જતા લોકોને ભેગા કરી બેંક ઓફ બરોડાની સેવા અંગે ઉશ્કેરણી કરી  હતી.

(5:27 pm IST)