Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વડોદરામાં સસ્તા સોનાના બિસ્કિટ આપવાના બહાને રાજસ્થાનના વેપારીએ 24 ડુપ્લીકેટ બિસ્કિટ આપી 55 લાખ પચાવી પાડતા ભેજાબાજ ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના છે તેમ કહી રાજસ્થાનના વેપારીને  સોનાના ડુપ્લીકેટ ૨૪ બિસ્કીટ આપી રૃા.૫૫ લાખ રોકડા પડાવી લેનાર ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૃ કરી છે.

અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ ખાતે મહેશ્વરી કોલોનીમાં રહેતા નરેશ ધનરાજજી મહેશ્વરી ભીનમાલ રામદેવ ઉદ્યોગના નામે વેપાર કરે છે. ઓગષ્ટ-૨૦૧૯માં  હિંમતનગરમાં વિજાપુર ખાતે રહેતા દિનેશ પટેલ દ્વારા ડો.વસીમ કાકુનો પરિચય થયો હતો. બંનેએ વેપારીને જણાવ્યું  હતું કે એક પાર્ટી છે જેની પાસે બે કિલો સોનાના બિસ્કિટ છે અને બિસ્કિટ જુના ભાવે આપવાના છે  હાલમાં તોલાનો ભાવ રૃા.૩૧ હજાર ચાલે છે તેઓ બે કિલો સોનાના બિસ્કિટ રૃા.૫૫ લાખમાં આપવા તૈયાર છે. જો તમારે બિસ્કિટ જોઇતા હોય તો તમારી મિટિંગ પાર્ટી પાસે કરાવીએ. થોડા દિવસો બાદ અટલાદરા વિસ્તારમાં સહજાનંદ ડુપ્લેક્ષ ખાતે વેપારીને બોલાવીને ભેજાબાજોએબિસ્કિટ લીધા હતા પરંતુ રૃા.૫૫ લાખ કચ્છના કબીન જૈન પાસે છે તેઓ આપે એટલે તમને મળી જશે તેમ કહ્યું  હતું. જો કે ત્યાર બાદ વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા ધમકી આપવામાં આવતી હતી. આખરે વેપારીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં તમામ ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)