Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વડોદરાના લક્ષ્મીપુરામાં 31 વર્ષીય મહિલાનું જીમમાં કસરત કર્યા બાદ મૃત્યુ નિપજતા અરેરાટી

વડોદરા:શહેરના લક્ષ્મીપુરા રોડ પર રહેતી ૩૧ વર્ષની મહિલાનું જિમમાં કસરત કર્યા બાદ મોત થયુ હતું. મહિલા કસરત કરી રહી હતી તે દરમિયાન તેને બેચેની જણાઇ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને ગોત્રી જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં તેનું મોત થયુ હતું.

ગોરવાના લક્ષ્મીપુરા રોડ પર શિવ દર્શન ટેનામેન્ટની બાજુમાં શિવ ડૂપ્લેક્સમાં રહેતા નિસર્ગ ગજેન્દ્રભાઇ મહેતા ખાનગી કંપનીમાં જોબ કરે છે. તેમના પત્ની પૂજાએ મહિના પહેલા ન્યુ અલકાપુરી, નારાયણ ગાર્ડન પાસે આવેલા ફિટનેસ જિમ જોઇન કર્યુ હતું. તે નિયમિત રીતે જિમમાં જતી હતી. આજે સવારે વાગ્યે પણ તે જિમમાં ગઇ હતી. પૂજા ટ્રેડમિલ પર કાર્ડિયો એક્સરસાઇઝ કરી રહી હતી દરમિયાન તેને બેચેની થવા લાગતા તે ટ્રેડમિલ પરથી ઉતરી હતી અને જિમના સ્ટાફને જાણ કરી હતી. જિમના સંચાલક દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી અને પૂજાના પતિ નિર્સગને જાણ કરતા નિર્સગ અને તેના સંબંધી જિમ ખાતે દોડી આવ્યા હતા

(5:26 pm IST)