Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાલનપુરમાં મીટર રિપ્લેસમેન્ટ કરવા ગયેલ વીજ કર્મચારીને નાશમાં ધૂત યુવકે જાહેરમાં લાકડીથી માર્યો : વિડિઓ વાયરલ

લાકડી વડે હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી

બનાસકાંઠાના પાલનપુરમાં ત્રણબત્તી વિસ્તારમાં મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મચારીને દારૂના નશામાં ધૂત એક સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો જેનો કોઇએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 સમગ્ર ઘટનાની જાણ થતા જ વીજ વિભાગના સ્ટાફે કર્મચારીને હોસ્પિટલ ખસેડી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ મુજબ પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ નાથાભાઇ પરમાર શહેરના તિનબત્તી વિસ્તારમાં જૂના મીટરની જગ્યાએ ડીસ્પ્લેવાળા મીટર રિપ્લેસમેન્ટના કામ અર્થે ગયા હતા. તે સમયે નિલેશ મોદીના નામના વ્યક્તિના ઘરે પહોચતા જ નિલેશ ચિક્કાર દારૂના નશામાં હતો અને સેધાભાઇ પર લાકડી વડે હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ફરિયાદના આધારે આરોપી નિલેશની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

(2:19 pm IST)