Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમદાવાદના સરદારનગરમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણતા દીપુ સહીત છ શખ્શો ઝડપાયા

દારૂની બોટલ,કાર અને બે ટુ વહીલર સહીત 15 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદના સરદારનગરમાં ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણતા છ શખ્શો ઝડપાયા છે ઝડપાયેલામાં દિપુ આ પહેલા પણ ખંડણી માંગવાનાં ગુનામાં ઝડપાયો છે. તેમની પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાંચની બિયરની બોટલ તથા બે ટીન ઝડપાયા છે. આ ઉપરાંત એક કાર અને બે ટુ વ્હિલર સાથે મળીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરની સરદારનગર પોલીસને બાતમી મળી હતી કે દિપુ જય માતાજીની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે બાદ પોલીસે ત્યાં દરોડા પાડતા 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે.

આ લોકો પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાચની બિયર બોટલ અને બે ટીન મળી આવ્યાં છે. આ ઉપરાંત એક કાર અને બે ટુવ્હિલર મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે.

આ લોકોનો હવે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે બાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. સરદારનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(1:45 pm IST)