Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ

ગાંધીનગર તા.૧૮: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ  શ્રી શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ  શ્રી શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ છે.

મુળ રોજકોટના વતની, રાષ્ટ્રીય સ્વયંસેવક સઘના સ્વયંસેવક, રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પુર્વ મંત્રી, રાજકોટ ભાજપના પુર્વ મીડીયા કન્વીનર તરીકે કામગીરી બાદ ૧૯૯૯માં સંકલ્પપત્ર અમલી કરણ સમીતી (રાજ્ય કક્ષા) ના અધ્યક્ષ શ્રી વિજયભાઇ રૂપાણી નીમાયા ત્યારે તેઓ સાથે ૧૯૯૯ થી ૨૦૦૩ સુધી કાર્યરત રહ્યા, ત્યાર બાદ હાલના ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય અધ્યક્ષ અને રાજ્યના ભુ. પુ. ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ સાથે ૨૦૦૩ થી ૨૦૦૯, ત્યાર બાદ કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે, પંચાયત મંત્રી શ્રી જ્યંતીભાઇ કવાડીયા સાથે અને ત્યાર બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી (મુખ્યમંત્રી- ગુજરાત)ના કાર્યોલયમાં કાર્યભાર સંભાળેલ.

શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને સરકારમાં મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમના અંગત મદદનીશ તરીકે રહ્યાં. ત્યાર બાદ શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે માન.મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીશ તરીકે તેમની નિમણુંક થયેલ છે. મો. ૯૮૨૪૦૭૨૦૨૨, ૯૯૭૮૪૦૭૧૮૮ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(1:24 pm IST)