Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતના ઓટો રીક્ષા ચાલકને 256 ઈ-ચલણ મેમો : 76 હજારનો દંડ ફટકારાયો

ગરીબ રીક્ષા ચાલકની પત્નીના નામે મેમો ફટકારતા ચિંતામાં ગરકાવ : ઈ-ચલણ મેમો ઘેર મળ્યો પણ નથી

સુરતમાં ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઓટો રીક્ષા ચાલકને 256 ઇ- ચલણ મેમો ફટકારવામાં આવ્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ગરીબ રીક્ષા ચાલકને કુલ ૭૬ હજારનો દંડ ફટકારાયો છે. આ ગરીબ ઓટો રીક્ષા ચાલકની પત્નીના નામે ઇ - ચલણ મેમોના દંડ ફટકારવામાં આવ્યા છે.

  આ ઇ મેમો અંગે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાણ કરવામાં આવી છે. શમાબેન મુશર્રફભાઈ ના નામથી ઇ - ચલણ મેમો ફટકારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસમાં રહેતા પરિવાર ૭૬ હજારનો દંડ ભરવાના ઇ મેમો મળતા ચિંતામાં ગરકાવ થયો છે

 . આ રીક્ષાના વર્ષ 2014થી આ રપ૬ જેટલા ઇ મેમો ફટકારવામાં આવ્યા છે. જો કે ચોંકાવનારી હકીકત એ પણ છે કે હમણાં સુધી ઓટો રીક્ષા ચાલકને ઘરે ઇ - ચલણ મેમો મોકલી જાણ સુધા કરવામાં નહોતી આવી.

(1:11 pm IST)