Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાધનપુરના રસપ્રદ જંગ પર ગુજરાતની નજરઃ અલ્પેશ સામે રઘુ દેસાઇ

૭૫ હજાર જેટલા ઠાકોર મતદારો નિર્ણાયક : કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર ૧૫ હજાર મતથી વિજેતા બનેલઃ એન સી.પી. પણ મેદાને

વાપી, તા.૧૮: ગુજરાત વિધાનસભાની ૬ બેઠકો પર પેટા ચુંટણી ઓડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પેટા ચુંટણીનો આ જંગ જીતવા ભાજપ કોઇ ભાજપ કોઇ કચાશ રાખવા માંગતું નથી. તો સામા પક્ષે કોંગ્રેસ પણ આ જંગ જીવતા એડીનું જોર લગાવી રહ્યું છે. આમાં પણ NCP એ જંગમાં ઝુંકાવ્યું છે જેજે પગલે ત્રિપાંખીયા જંગના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ ૬ બેઠકો પૈકી ર કે ૩ બેઠક ભાજપ માટે આકરા ચઢાણ સમાન બની રહેશે. હાલમની પરિસ્થિતિ જોતા ખેરાલું, થશદ અને અમરાઇવાડી બેઠક જીતવા ભાજપે વધુ મહેનત નહિ કરવી પડે પરંતુ રાધનપુર, બાયડ અને લુણાવાડા બેઠક ઉપર ભાજપે વધુ મહેનત કરવી પડશે. તે નિશ્ચિત જણાય રહ્યું છે.

આ ૩ બેઠકો પૈકી રાધનપુર બેઠક સૌથી વધુ ચર્ચામાં જણાય છે. કારણ કે આ બેઠક  પર ભાજપે ગત જુલાઇ માસમાં રાજ્યસભાની ચુંટણી દરમ્યાન કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયેલ અલ્પેશ ઠાકોરને જ ટીકીટ આપી છે.

હવે જો આપને રાધનપુર બેઠકને નજીકથી જોઇએ તો .. ઉપર ગુજરાતની મહત્વ ની બેઠકોમા ંરાધનપુર બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર સમાજનો અનેરો દબદબો રહ્યો છે. અહી ૧૯૬૨ થી ૧૯૮૫ સુધી એમ ૫ વખત આ બેઠક પર કોંગ્રેસની મજબુત પકડ હતી . માત્ર ૧૯૬૬માં એક વખત કોંગ્રેસએ હારનો સામનો કરવો પડયો હતો. આ બેઠક પર ૧૯૯૮ થી ભાજપનો ભગવો લેહરાતો આવ્યો હતો પરંતુ ૨૦૧૭ની ચુંટણીના આશરે દોઢેક વર્ષ પહેલા હાર્દિક પટેલ , જીગ્જ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. આ વેળાએ અલ્પેશ ઠાકોર ગત તા. ૨૩ ઓકટોબર ૨૦૧૭ના રોજ જંગી સભામાં રાહુલ ગાંધી ના હાજરીમાં  કોંગ્રેસમાં જોડાયા હતા. એટલુ જ નહિ આ રાધનપુર બેઠક પર થી જ ૨૦૧૭ની વિધાનસભા ની ચુંટણીમાં  કોંગ્રેસ તરફથી મેદાનમાં પણ ઉતર્યા હતા. અને ૧૫૦૦૦ મતેથી ભવ્ય જીત પણ મેળવી હતી. આમ વર્ષો બાદ  કોંગ્રેસ જીતનો સ્વાદચાખ્યો હતો.

પરંતુ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી ભાજપમાં જોડાઇને ફરીવાર આજ બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. ફરક એટલો છે કે ૨૦૧૭માં તેઓ  કોંગ્રેસના ઉમેદવાર હતા.  આ વેળા તે ભાજપના ઉમેદવાર છે.

આ સ્થિતિમાં આ બેઠકના સમીકરણોને જોઇએ તો ૨૦૧૭ની ચુંટણીના આંકડા અનુસાર આ બેઠકમાં કુલ આશરે ૨.૬૭ લાખ મતદારો છે. જેમાં ૭૫ હજાર ઠાકોરો, ૨૩ હજાર ચૌધરી, ૨૦ હજાર મુસ્લિમ, ૨૦ હજાર દલિત, ૧૬ હજાર આહીર, ૧૫ હજાર રબારી, ૧૦ હજાર રાજપૂત , ૬ હજાર બ્રાહ્મણ તથા ૫ હજાર પ્રજાપતિ મુખ્યત્વે જ્ઞાતિ આવેલ છે.

અહીં ઠાકોરો ની વસ્તી વધુ હોવાથી , જેતે પક્ષને જીતવા માટે આ સમાજનો સપોર્ટ હોવો આવશ્યક છે. ૧૯૬૨થી ઠાકોરો  કોંગ્રેસ સાથે રહ્યા હતા પરંતુ આગળ જતા ભાજપે રણનીતિ બદલાવતા ૧૯૯૮થી ૨૦૧૨ સુધી આ બેઠક પર ભાજપને સફળતા મળી હતી.પરંતુ ૨૦૧૭માં અલ્પેશ ઠાકોરે બાજી મારતા ભાજપે આ બેઠક ગુમાવી પડી હતી. પરંતુ  હવે ખુદ અલ્પેશ ઠાકોરે એજ ભાજપમાંથી ઝંપલાવતા કોણ બાજીસ મારશે. એ  કહેવું થોડું અઘરુ જણાઇ છે.

અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી માટે આ ચુંટણી એસીડ ટેસ્ટ સમાન બની ગઇ છે.

(11:39 am IST)