Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નેત્રહીન-વિકલાંગ કર્મચારીઓની સી.સી.સી. પરીક્ષા માટે ૫ કેન્દ્રોને સરકારની માન્યતા

રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લાઓ માટે ધોરાજીની સંસ્થા માન્ય

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય સરકારે નેત્રહીન અને વિકલાંગ અધિકારીઓ - કર્મચારીઓને સી.સી.સી. (કોર્ષ ઓન કોમ્પ્યુટર કોર્ષિસ) પરીક્ષાના પાંચ કેન્દ્રોને માન્યતા આપી છે. જેમાં સૌરાષ્ટ્રના ૬ જિલ્લા માટે ધોરાજીની સંસ્થાને મંજુરી અપાયેલ છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે તા. ૯ ઓકટોબર ૨૦૧૯ના રોજ નાયબ સચિવ શ્રી એ.એચ. મન્સુરીની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, 'કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો-૨૦૦૬'ની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓ- અધિકારીઓ માટે સીધી ભરતી / બઢતીથી નિમણૂંક પ્રસંગે, કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત c.c.c./c.c.c. + ની પરીક્ષા પાસ કરવાનું ફરજીયાત બનાવાયેલ છે અને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી 'કોમ્પ્યુટર કૌશલ્ય'ની તાલીમ અને પરીક્ષા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૯-૦૩-૨૦૧૦ના ઠરાવથી, તેની સાથે સામેલ પરિશિષ્ટમાં ઉલ્લેખિત પાંચ ખાનગી સંસ્થાઓને, નેત્રહીન અને વિકલાંગ સરકારી કર્મચારીઓ - અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યથી c.c.c./c.c.c. + ની પરીક્ષા લેવા માટેના કેન્દ્રો તરીકે માન્યતા આપવામાં આવેલ હતી.

(10:22 am IST)