Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી કરવા તાલીમનું આયોજન

મેઘરજ તાલુકાના ઢેમડા ગામ માં ગુજરાત માટી કલાકારી એન્ડ રૂલર ટેકનોલોજી સંસ્થાના સહયોગથી કુદરતી રેસાથી બનતી વસ્તુઓની તાલીમ યોજાઈ

મેઘરજ : અરવલ્લી જિલ્લામાં રીલાયન્સ ફાઉન્ડેશન ગ્રામ વિકાસની સાથે સાથે સરકારી યોજનાના અમલીકરણમાં માટે છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર કામગીરી હાથ ધરેલ છે .

   છેલ્લા ઘણા સમયથી રીલાયન્સ ફાઉન્ડેશનના કાર્ય વિસ્તાર એવા મેઘરજ તાલુકાના મોટી મોયડી પંચાયત ખાતે આવેલ ઢેમડામાં અનુસૂચિત જન જાતિ સમુદાયની મહિલાઓના સ્વ સહાય જુથો સાથે મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે અવારનવાર મિટિંગ અને અલગ અલગ પ્રકારની તાલીમો હાથ ધરવામાં આવતી જેમાં મહિલાઓ દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે  રોજગારલક્ષી  તાલીમ હાથ ધરવાની માંગ ઉભી કરી હતી,જેને ધ્યાનમાં રાખી રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પંચાયત સાથે સંકલન કરી મહિલાઓની માંગને ન્યાય મળે તે માટે પંચાયત સક્રિય કરી, રસ ધરાવતી મહિલાઓની યાદી અને  દરખાસ્ત તૈયાર  કરવી રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત માટી કલાકારી સંસ્થાનમાં સબમિટ કરાવી વહીવટી મંજૂરી માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા જેના પરિણામે વહીવટી મંજૂરી મળતા ત્રીસ  મહિલાઓના ખંત અને ઉત્સાહ પૂર્વક પિસ્તાલીસ દિવસની તાલીમમાં સહભાગી થઈ હતી ,પંચાયતના સક્રિય પ્રયત્નથી તાલીમ સ્થળની વ્યવસ્થા લઈ તાલીમમાં તમામ પ્રકારના સહકાર આપવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો

    ઉપરોકત તાલીમમાં મહિલાઓને કુદરતી રેસા માંથી પગલુછણીયા, તોરણ, કુંજ, વિવિધ કલાત્મક વેરાયટીઓ શીખવવામાં આવી હતી તમામ મહિલાઓ ખંત અને ઉત્સાહ પૂર્વક શીખવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો 

 તાલીમમાં સહભાગી પ્રિયંકાબેન જણાવ્યું કે પિસ્તાલીસ દિવસની તાલીમમાં ઘણુંબધું શીખવાની તક મળી ,આ માટે ગુજરાત માટી કલાકારી સંસ્થાન અને રીલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો  હતો, વધુમાં જણાવ્યું કે તાલીમ બાદ તમામ મહિલાઓ શીખેલ આવડત દ્વારા રોજગારી મેળવીને આર્થિક રીતે પગભર થશે તેવી આશા વ્યક્ત કરી હતી,

    તાલીમ બાદ સહભાગી તમામ મહિલાઓને ગુજરાત માટી કલાકારી સંસ્થાન દ્વારા તાલીમ પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવ્યું.

(8:09 pm IST)