Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વડોદરા જિલ્લા પંચાયતના 36 સભ્યોને દિવાળી પહેલા લેપટોપની ભેટ અપાશે

વિપક્ષ તરીકે લેપટોપ ખરીદીનો વિરોધ કર્યા બાદ સતા મળતા લેપટોપનો લાડુ લેવા તલપાપડ

 

વડોદરા જિલ્લા પંચાયતના 36 સભ્યોને દિવાળી પહેલા લેપટોપની ભેટ મળવાની છે જેની પાછળ  20 લાખનો ખર્ચો થવાનો છે જોકે સભ્યોમાંથી અડધાને તો લેપટોપ ચલાવતા નહીં આવડતું હોય તેવી ચર્ચા છે  જિલ્લા પંચાયતના 36 સભ્યો માટે 20 લાખનો ખર્ચ કરીને લેપટોપ ખરીદવાનો ઠરાવ સામાન્ય સભામાં પાસ થઇ ગયો છે અને આંગળી ઉંચી કરનારા એજ સભ્યો છે..તેઓ જ્યારે વિપક્ષના હતા ત્યારે તેઓએ લેપટોપ ખરીદીનો વિરોધ કર્યો હતો. હવે જ્યારે તેઓ સતામાં છે અને દિવાળી પહેલા લેપટોપનો લાડુ મળવાનો છે એટલે તેઓ લેપટોપના ફાયદા ગણાવા લાગ્યા છે .

  તેઓએ જણાવ્યું કે તે નહીં વાપરે તો છોકરા વાપરશેઅને શીખવાડશે તેવી વાત કરાઇ રહી છે. ત્યારે સત્તાધારી પક્ષના સભ્યો જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ આજ લેપટોપનો વિરોધ કર્યો હતો અને હવે તેઓ કહી રહ્યાં છે કે ડીઝીટલ થવુ જોઈએ. હવે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોની ટર્મ પૂરી થવાને 1 વર્ષ બાકી છે ત્યારે પછી લેપટોપ પાછા આપી દેશો ત્યારે તેમનો જવાબ સાંભળવા જેવો હતો. તેમણે કહ્યું કે થોડુ પાછું આપવાનું હોય.

અંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે હવે લેપટોપ અપાઈ રહ્યાં છે તો દરેક સભ્યોને નોટિસ પણ લેપટોપમાં મોકલીશું જેથી પ્રજાના પૈસા જે ખર્ચાઇ રહ્યા છે તે ફળીભૂત થાય.

(11:37 pm IST)