Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વીજળી વાયર નીચે હોવાથી ઘાસ ભરેલી ગાડીમાં આગ

ધાનેરામાં બનેલી ઘટનાથી સનસનાટી : જાણ કરાઈ છતાં વીજળીના અધિકારીઓ સાંભળતા નથી

પાલનપુર, તા. ૧૭ :  ધાનેરામાં આવેલ કોટડા વિસ્તારમાં ઘાસ ભરેલી પીકઅપ ગાડીમાં આગ લાગતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી તો બીજી તરફ વીજ વાયર નીચે હોવાના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. ધાનેરાના કોટડા વિસ્તારમાં આજે સવારના સમયે પિકઅપ ડાલામાં ઘાસ ભરીને જઈ રહ્યું હતું તે સમયે રસ્તા પરથી પસાર થતી વીજ લાઈન પિકઅપ ડાલા ને અડી જતા શોર્ટસર્કિટને સર્જાયું હતું. જોતજોતામાં પિકઅપ ડાલામાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે પિકઅપ ડાલાના ચાલકે સમયસૂચકતા દાખવી પિકઅપ ડાલાને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ કે ખુલ્લી જગ્યામાં ઊભું કરી દીધું હતું ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘાસ તેમજ ગાડી બળીને ખાખ થઇ જવા પામ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા લોકો દ્વારા ધાનેરા નગરપાલિકાને જાણ કરાતા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ યુસુફખાન પઠાણ સહિત ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તો બીજી તરફ ત્યાંના સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાનેરાના કોટડા વિસ્તારમાં વીજ વાયરો એકદમ નીચા છે પાંચ થી સાત ફૂટ જેટલા વીજ વાયરો ઊંચા હોવાથી સ્થાનિક લોકો દ્વારા ધાનેરા વિદ્યુતબોર્ડ  ને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વિધુત બોર્ડ ના બૈરા અધિકારીઓ લોકોની વાત ન સાંભળતા આજે  મોટું નુકસાન સર્જાયું છે.  લોકોએ વિધુત બોર્ડ પર આક્ષેપ કરતા જણાવ્યું કે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વિધુત બોર્ડ આ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે અમારી ટીમ દ્વારા પણ આજુબાજુમાં જોવામાં આવ્યું તો વિજય એકદમ નીચા હતા અને વીજથાંભલા તેમજ વીજ ડીપી ઘાસમાં લપેટાયેલી જોવા મળી હતી ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિદ્યુત બોર્ડના અધિકારીઓ જાગે છે કે પછી કોઈ મોટી એનાયતની રાહ જુએ છે તે તો સમય જ બતાવશે.

(9:32 pm IST)