Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીનો આખરી ઓપ :કેવડિયામાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક

 

કેવડિયા :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આજે કેવડિયામાં સાધુ બેટ ખાતે નિર્માણ થયેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં કેવડિયામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ બેઠકમાં માર્ગદર્શન આપતાં સ્પષ્ટ પણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 31 ઓક્ટોબરે પ્રતિમા રાષ્ટ્રને અર્પણ થયા બાદ દિવાળીના તહેવારોની રજાઓમાં 10 નવેમ્બર સુધી પ્રવાસીઓનો ધસારો રહેશે. ત્યારે પ્રવાસન સુવિધાઓમાં સ્વચ્છ પીવાના પાણી. સ્વચ્છતા માટે જગ્યાએ જગ્યાએ કચરા પેટીઓ. શૌચાલય અને સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ અને પૂરતી માત્રામાં ઉભી કરવાને અગ્રતા અપાય.

(10:52 pm IST)
  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST