Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમદાવાદના ચાંદખેડામાં પરિણીતા પર વહેમ રાખી સાસરિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને તેના સાસરીયાઓ સતત ત્રાસ આપતા પરંતુ પુત્રીનો સંસાર ન બગડે તે માટે પિયરમાંથી તેને દર વખતે સમજાવવામાં આવતી હતી. આ ત્રાસ એટલી હદે હતો કે પરિણિતા પર તેના સગા સસરા પણ ઘણી વખત બદદાનત રાખતા હોવાનો આક્ષેપ પરિણિતાએ તેના પરિવારજનોને જણાવ્યું હતું. તારા પેટમાં મારું બાળક નથી તેમ પતિ તેની પત્નીને હેરાન કરતો હતો. અંતે તેના પતિએ અને સાસરિયા મળી પરિણિતાની હત્યા કર્યા હોવાનો આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે.

આ દરમિયાન પરિણિતા ગર્ભવતી હતી અને તેને તેના સાસરીયાઓ પોતાના વતનમાં લઇ જવાનુ કહીને ઘરેથી નીકળ્યા હતા. એકાએક પરિણિતાના પરિવારજનોને ફોન આવ્યો કે તમારી દીકરી ટ્રેનમાં ક્યાંય નથી જેથી પરિણિતાના પિયરના સભ્યોએ અમદાવાદમાં પોલીસને જાણ કરી પરંતુ થોડા દિવસ બાદ પરિણિતાના લાશ ઉત્તર પ્રદેશથી મળતા આખરે સાસરીયા સામે હત્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:55 pm IST)
  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST