Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરતના પાંડેસરામાં કારીગરની છાતીમાં ગ્રાઈન્ડર ઘુસી જતા હાલત ગંભીર

સુરત:ના પાંડેસરા વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. દિવાલ પર ઘસાઈ કામ કરતા કારીગરની છાતીમાં ગ્રાઇન્ડર મશીન ઘુસી ગયું હતુ. મકાનમાં બે દિવસથી પથ્થર બેસાડવાનું કામ ચાલી રહ્યું હતુ. વાયર કાપી મશીન છૂટું કર્યા બાદ કારીગરને પહેલા માળેથી નીચે ઉતારાયો હતો. તેમજ 108ની મદદથી કારીગરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

પથ્થર બેસાડવાનું કામ કરી રહેલા કારીગરની છાતી અને પાસળી વચ્ચે ગ્રાઇન્ડ મશનીન ઘુસી ગયુ હતુ. પાંડેસર વિસ્તારમાં આ કારીગર અનિલ પટેલના ઘરે કામ કરવા ગયો હતો તે દરમિયાન આ ઘટના બની છે. જો કે બનાવ બાદ 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે. હાલ તેની હાલત ગંભીર જણાઇ રહી છે.

(5:54 pm IST)