Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરતના રાંદેરમાં બે જૂથ વચ્ચે થયેલ ઝઘડામાં તીક્ષ્ણ હથિયાર વડે એક પર જીવલેણ હુમલો

સુરત:રાંદેરમાં માંસ-ગૌવંશની હેરાફેરીમાં વર્ચસ્વ જમાવવા માટે ચાલી રહેલા ઝઘડામાં આજે રાંદેરના બાબુ ખાટકીને વરીયાવ કોલેજ પાસે ઘેરી લઇને લાકડાના ફટકા તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ હત્યામાં એક સમયના તેના ભાગીદારો જ શંકાના દાયરામાં આવી ગયા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાંદેરના બારોટ ટેકરા અને વરીયાવના જૈનબ એપાર્ટમેન્ટમાં રહેતા બાબુ ખાટકી ઉર્ફે બાબુ ટેમ્પો આજે બપોરે બાઇક પર વરીયાવ જહાંગીરપુરા રોડ પર જઇ રહયો હતો. ત્યારે વરીયાવ કોલેજ નજીક જ  બે બાઇક અને ઇકો કારમાં આવેલા સાત થી આઠ જણાંએ બાબુને ઘેરી લઇ તેને બાઇક પરથી પાડી દીધો હતો. 

(5:47 pm IST)