Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વાપીમાં કચરાના ઢગલામાં આગ ભભૂકતા અફડાતફડી

વા૫ી:ના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ઠાલવેલા વેસ્ટ કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરના લાશ્કરોએ ગણતરીના સમયમાં આગને કાબુમાં લીધી હતી.

વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વેસ્ટ જથ્થાનો કચરો ઠાલલવામાં આવ્યો હતો. આજે સવારે અચાનક વેસ્ટ કચરામાં આગ લાગતા આસપાસના લોકોમાં હલચલ મચી ગઈ હતી. વેસ્ટ કચરાને કારણે આગ વધુ તિવ્ર બની હતી. ઘટનાની જાણ થતા જ જીઆઈડીસી ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી લાશ્કરોએ ગણતરીના સમયમાં આગને કાબુમાં લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, વાપી અને આસપાસના વિસ્તારમા ભંગારીયાઓ ખુલ્લી જગ્યામાં વેસ્ટ કચરો ઠાલવવાની પ્રવૃત્તિ કરે છે. સમયાંતરે વેસ્ટ જથ્થામાં આગ લાગ્યાના બનાવો પણ બનતા હોવાથી લોકોના જીવ ટાળવે ચોંટે છે. આવા બનાવો બનતા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નકકર પગલા નહીં ભરાતા ભંગારીયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

(5:46 pm IST)