Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વોટ્‍સએપ ઉપર અશ્‍લીલ મેસેજ મોકલનારને 1 વર્ષની સજાઃ સોશ્‍યલ મીડિયામાં મેસેજ વાયરલ

અમદાવાદ: Whatsapp પર જેટલી સાચી માહિતી નથી હોતી, તેનાથી વધારે ફેક મેસેજ ફરતા હોય છે. આવો એક ફેક મેસેજ આજકાલ જોરદાર શેર થઈ રહ્યો છે, જેમાં એક છાપાના કટિંગનો ફોટો બતાવાયો છે. છાપામાં છપાયેલી એડ જેવો દેખાતો મેસેજ ગુજરાત હાઈકોર્ટના નામે લખાયેલો છે. મેસેજમાં Whatsapp પર સોગંદવાળા તેમજ અશ્લીલ મેસેજ કરનારાને જેલની સજાની જોગવાઈ છે તેવું લખાણ બતાવાયું છે.

ગ્રુપ એડમિનને 2 વર્ષની જેલ!

લખાણમાં એમ પણ જણાવાયું છે કે, જે કોઈ આવા મેસેજ કરશે તેને 1 વર્ષની કેદ અને 5000 રુપિયાના દંડની સજા થશે, અને તેના નામે જે નંબર ચાલુ હશે તેને બંધ કરી દેવાશે. એટલું નહીં, જે ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ થયો હશે તેના એડમિનને 2 વર્ષની કેદ અને 5000 રુપિયાનો દંડ થશે. અંગેની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશને નોંધાવી શકાશે.

કોર્ટે આવો કોઈ ઓર્ડર આપ્યો નથી

જોકે, વાયરલ થયેલો મેસેજ સાવ ફેક છે. તે લોકોને સાચો લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટનો તેમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ હકીકત છે કે, ગુજરાત હાઈકોર્ટે આવો કોઈ આદેશ ક્યારેય આપ્યો નથી. એટલું નહીં, Whatsapp પર ઉશ્કેરણીજનક કે જેનાથી હિંસા ફેલાઈ શકે તે સિવાયના મેસેજ કોઈને મોકલવામાં કોઈ કાયદાનો ભંગ નથી થતો.

થોડા સમય પહેલા પણ આવ્યો હતો એક મેસેજ

થોડા સમય પહેલા એવો પણ એક વીડિયો વ્હોટ્સએપ પર વાયરલ થયો હતો કે દરેક એડમિનના ગ્રુપે પોલીસ સ્ટેશનમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોકે, મેસેજ પણ સાવ બકવાસ હતો કારણકે આવો કોઈ કાયદો છે નહીં. વ્હોટ્સએપ યુઝર્સે માત્ર એટલું ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ વાંધાજનક મેસેજ તે પોતે કોઈને ફોરવર્ડ કરે.

વાંધાજનક મેસેજ કોઈને ફોરવર્ડ કરો

વ્હોટ્સએપ પર અવારનવાર બાળકોને ઉઠાવી જતી ગેંગના, જોબ માટેના, ધાર્મિક ઉશ્કેરણી કરતા મેસેજ, વીડિયો તેમજ ફોટા વાયરલ થતા રહે છે. જોકે, આવા વાંધાજનક મેસેજને ક્યારેય કોઈને ફોરવર્ડ કરવા જોઈએ. ઉશ્કેરણીજનક મેસેજ જો તમે કોઈને ફોરવર્ડ કરો ત્યારે તેના માલિક તમે બની જાઓ છો.

(5:42 pm IST)
  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST