Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મહિન્દ્રાનું ૧૭૦૦ કિલોની પેલોડ ક્ષમતા ધરાવતુ દેશનું પ્રથમ પિક-અપ વ્હીકલ લોન્ચ કરાયુ

અમદાવાદ : છેલ્લા ર૦ વર્ષથી પિક-અપ સેગમેન્ટમાં લીડર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લીમીટેડે કમર્શીયલ વ્હિકલ બોલેરો પિંક-અપની રેન્જને અપગ્રેડ કરીને નવું મહા સ્ટ્રોગ. મહા બોલેરો પિંક-અપ પ્રસ્તુત કર્યુ હતું.

મહા બોલેરો પિંક-અપમાં સૌથી વધુ ૧૭૦૦ કિલો ગ્રામ પેલોડની ક્ષમતા છે, મહા બોલેરો પિંક-અપની નવી રેન્જ પહોળી કો. ડ્રાઇવર સીટ સાથે નવું ઇન્ટેરિઅર અને બેસવાની વધારે અનુકુળતા ધરાવે છે.

નવુ બોલેરો પિંક-અપની લંબાઇ વધુ ૯ ફીટ (ર૭૬પ એમ.એમ.) છે. ૧૭૦૦ કિલો ગ્રામની સૌથી વધુ પેલોડ વહન ક્ષમતામાં પુરક છે. ડબલ બેરિંગ એકસલ સાથે મહા બોલેરો પિંક-અપ મજબુત ૯ લીફ સસ્પેન્શન અને ૧પ ઇંચ પહોળું તેના ૧ર પીઆર ટાયર લોડ વહન કરવાની ક્ષમતાને સપોર્ટ કરે છે.

ટવિન ટેન્ડમ બુસ્ટર એલએસપીવી બ્રેક તથા મજબુત બોડી અને ચેસીસ સાથે આ ઉપભોકતાઓને ઉંચા સલામતી આપે છે. વિવિધ બોડી સ્ટાઇલ, કાર્ગો બોક્ષની લંબાઇ તથા ૧,૩૦૦ કિલો ગ્રામ, ૧પ૦૦ કિલોગ્રામ અને ૧૭૦૦ કિલોગ્રામની વિવિધ પેલોડ ક્ષમતા ધરાવતી મહા સ્ટ્રોગ મહા બોલેરો પિંક-અપ ફલેટ-બેડ તહેવારની સિઝન માટે અતિ સ્પેશ્યલ પ્રારંભિક કિંમત રૂ. ૬.૬૬ લાખ (એકસ. શો-રૂમ અમદાવાદ) પર લોંચ થયું છે.

મહા બોલેરો પિંક-અપ રેન્જની સંપૂર્ણ નવી ખાસીયતો પર મહીન્દ્રા એન્ડ મહિન્દ્રા લીમીટેડના ઓટોમોટીવ ડીવીઝનના સેલ્સ  એન્ડ માર્કેટીંગ ચીફ વિજય નાકરીએ કહયું હતું કે છેલ્લા ર૦ વર્ષથી માર્કેટ લીડર તરીકે અમે પિંક-અપ સેગમેન્ટમાં માપદંડો વધારવા અને ગ્રાહકને શ્રેષ્ઠ મુલ્ય પ્રદાન કરવા અમે  સતત પ્રયાસરત છીએ.

(3:55 pm IST)