Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ટીમ બેંગ્લોરે ઓલ ઇન્ડિયા કેસ્ટ્રોલ બાઇકસ સુપર મેકેનિકલ ટાઇટલ જીત્યું

અમદાવાદ તા.૧૮: બેંગ્લોરમાંથી વિજેતા ૧ વિજેતા ૨ અને વિજેતા ૩ બાઇકસ માટેની કેસ્ટ્રોલ સુપર મેકેનિક કન્ટેન્ટની ફિનાલેમાં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. દેશભરમાંથી ચોવીસ મેકેનિકસે રોમાંચક ફાઇનલ ઇવેન્ટમાં એકબીજા સામે પોતાની કાબેલિયતની કસોટી કરી હતી. વિજેતાઓને હવે નવેમ્બર-૨૦૧૮માં બેન્ગકોકમાં યોજાનારી કેસ્ટ્રોલ એશિયા પેસિફિક બાઇકસ સુપર મેકેનિકલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે આ ઇવેન્ટ છ મહિના લાંબી ચાલેલી કેસ્ટ્રોલ બાઇકસ સુપર મેકેનિક કન્ટેસ્ટની રોમાંચક પૂર્ણાહુતિ હતી જેમાં પ્રતિષ્ઠિત ચેમ્પિયન ટાઇટલ જીતવા માટે સ્પર્ધાના વિવિધ તબક્કમાં એક લાખથી વધુ મેકેનિકસ ઉતર્યા હતા. સ્પર્ધા થકી અંગત અને સમુહ તાલીમ સત્રો ટેકનિકલ ટિપ્સ અને વિશેષ બુટ કેમ્પસ થકી મેકેનિકસની કુશળતા વધારવા પર ભાર આપવાનું ચાલુ રાખ્યું છે.

આ વર્ષની સ્પર્ધામાં અજોડ ઉમેરો કેસ્ટ્રોલ ગેરેજ ગુરૂ ધ સુપર મેકેનિક શો હતો જે ટીવી કાર્યક્રમમાં સ્પર્ધાને આવરી લેવા સાથે દરેક એપિસોડમાં દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા મેકેનિકસ સાથે ચેટ શો તથા તાલીમ સત્ર યોજાયા હતા શોનો હોસ્ટ બોલીવુડનો અવ્વલ અભિનેતા જિમી શેરગીલ હતો જેનું પ્રસારણ મી અનમોલ પર રપમી નવેમ્બર-૨૦૧૮ સુધી દર રવિવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યાથી થશે કેસ્ટ્રોલ ઇન્ડિયાના માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ કેદાર આપ્ટે અનુસાર કેસ્ટ્રોલ સુપર મેકેનિક કન્ટેસ્ટ ભારતનાં અત્યંત પ્રતિભાશાળી મેકેનિકસને સન્માનિત અને પુરસ્કૃત કરવાના ધ્યેય તરીકે ગયા વર્ષે રજુ કરવામાં આવી હતી આ મંચ મેકેનિકસ દ્વારા શૈક્ષણિક અને પ્રેરણાત્મક તરીકે જોવામાં આવ્યું તે જોઇને મને ખુશી થઇ છે અને આટલી મોટી સંખ્યામાં તેમને ભાગ લેતા જોઇને ગર્વની લાગણી થાય છે.

(3:54 pm IST)