Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો જન્મદિવસ

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ શ્રી શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ છે. મુળ રોજકોટના વતની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પુર્વ મંત્રી, રાજકોટ ભાજપના પુર્વ મીડીયા કન્વીનર તરીકે કામગીરી બાદ ૧૯૯૯માં સંકલ્પપત્ર અમલી કરણ સમીતી  (રાજય કક્ષા) ના અધ્યક્ષ શ્રી વિજયભાઇ રૂપાણી નીમાયા ત્યારે તેઓ સાથે ૧૯૯૯ થી ૨૦૦૩  સુધી કાર્યરત રહ્યા, ત્યાર બાદ હાલના ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય અધ્યક્ષ અને રાજયના ભુ. પુ. ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ  સાથે ૨૦૦૩ થી ૨૦૦૯, ત્યાર બાદ કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ  જાડેજા  સાથે, પંચાયત મંત્રી શ્રી જયંતીભાઇ કવાડીયા સાથે અને ત્યાર બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી (મુખ્યમંત્રી- ગુજરાત)ના કાર્યોલયમાં કાર્યભાર સંભાળેલ .

શ્રી વિજયભાઈ રૂપાણી જયારે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને સરકારમાં મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમના અંગત મદદનીશ તરીકે રહ્યાં. ત્યાર બાદ શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે માન.મુખ્યમંત્રીશ્રીના અંગત મદદનીશ તરીકે તેમની નિમણુંક થયેલ છે. (મો. ૯૮૨૪૦૭૨૦૨૨/૯૯૭૮૪૦૭૧૮૮)
 

(3:18 pm IST)