Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નવરાત્રી દરમ્યાન એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સરસ્વતી માતાનું ષોડશોપચાર પૂજન - અનુષ્ઠાન

અમદાવાદ તા.8: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા  અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, મૈસુર મેલકોટ મંદિરના પુજારી અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રધાનાચાર્ય શ્રી ના હસ્તે  સવારે શ્રી સરસ્વતી માતાનું પૂજન- કરવામાં આવેલ.

    સામાન્ય રીતે નવરાત્રીના પ્રારંભે મહાકાલી માતાનું પૂજન મધ્યે મહાલક્ષ્મીદેવીનું પૂજન અને અંતે સરસ્વતી માતાનું પૂજન કરવાનું હોય છે.

    સરસ્વતી માતાના પૂજનમાં વેદથી માંડીને આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સંતો પોતાના વેદ, વેદાન્ત, પુરાણ, વ્યાકરણ, ન્યાય, ઉપનિષદ વગેરેના તમામ પાઠ્યપુસ્તકો સરસ્વતી માતાની સમક્ષ પધરાવી, ષોડશોપચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું.

    આ રીતે ત્રણ દિવસ સુધી સરસ્વતી માતાનું પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવશે. ત્રણેય દિવસ શાળામાં અનધ્યયન રાખી વિજ્યા દશમીના દિવસે સરસ્વતી માતાની પ્રાર્થના સાથે વિદ્યાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે.

 

(2:11 pm IST)