Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પૂર્વે કામગીરીનું નિરીક્ષણ કરતા વિજય ભાઈ રૂપાણી અને નીતીનભાઇ પટેલ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સાથે આજે વિજયા દશમીએ કેવડિયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબ ની વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા ના લોકાર્પણ ની પૂર્વ તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓ ની થઈ રહેલી કામગીરી નિહાળી હતી..

તેમણે સરદાર સાહેબની પ્રતિમા.. આ પરિસર માં દેશના રાજ્યો ના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડ સ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ 17 કી.મી લાંબી અને 230 હેક્ટર માં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવર નું જાત નિરીક્ષણ કરીને પ્રધાનમંત્રી ના કાર્યક્રમ સન્દર્ભ માં વિગતો મેળવી હતી..

વિજય ભાઈ રૂપાણીએ ટેન્ટ સીટી... એકભારત શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ  ફોડ કોર્ટ વગેરે સ્થળ ની પણ મુલાકાત લઇ ને તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી જાણી હતી.

આ સમગ્ર મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ  કૈલાશ નાથન તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

(1:50 pm IST)
  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST