Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કેબિનેટ બેઠક સવારને બદલે સાંજે રખાઈ છતાં છેલ્લીઘડીએ રદ

મોટાભાગના મંત્રીઓને પોતાના વતનમાં નૈવેદ્ય કરવા જવાનું હોવાનો સુર ઉઠતા મીટિંગ કેન્સલ કરાઈ

અમદાવાદ :રાજ્યની વહીવટી કામગીરી કરતા સચિવાલયમાં નવરાત્રીનો રંગ જામ્યો છે મંગળવારે મોડી સાંજે જાહેર થયું કે બુધવારે મળનારી કેબિનેટની બેઠક સવારને બદલે સાંજે રાખવામાં આવશે. પરંતુ બુધવારે છેલ્લી ઘડીએ બેઠક રદ કરાઈ હતી સામાન્ય સંજોગોમાં નવરાત્રીના આઠમ નોમ અને દશેરાના દિવસો દરમિયાન પ્રધાનો તેમના મત વિસ્તારોમાં જતા રહે છે.

  આ વખતે કેબિનેટની બેઠક સાંજે રાખવામાં આવી હતી. જોકે મોટાભાગના પ્રધાનોએ પોતાના વતનમાં નૈવેધ કારવા જવાનું હોવાનો સુર સીએમ કક્ષાએ રજૂ કર્યો હતો. જેથી સાંજની બેઠક  બાદ વતન પહોંચવામાં મુશ્કેલીઓ પડે તેવી રજૂઆત કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી બેઠક રદ કરવામાં આવી છે.

 બીજી બાજુ મુખ્યપ્રધાન તથા અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આમંત્રણમાં વ્યસ્ત હોવાને કારણે આ બેઠક રદ કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(12:40 pm IST)