Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગુજરાતમાં પણ મળશે 'કિંગફિશર', હવે પ્યાસીઓને જલસા

અમદાવાદ તા. ૧૮ : ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાત એક ડ્રાય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પણ શોખીન લોકો દારૂ પીવા માટે છેક દીવ-દમણ, રાજસ્થાન, મુંબઇ અને ગોવા સુધી જાય છે. કેમ કે ગુજરાતમાં તો પ્રોહિબિશનને કારણે ઓફિશિયલી દારૂ મળતો નથી.

પરંતુ છેલ્લા ઘણા દિવસથી સોશ્યલ મીડિયા પર એક જાહેરાત વાયરલ થઇ રહી છે, જેને જોઇને ગુજરાતી લોકો ખુશ થઇ રહ્યા છે. જી હા, બિયર બનાવતી કંપની 'કિંગફિશર'હવે ગુજરાતમાં પણ મળશે.

આ'કિંગફિશર રેડલર'લેમન, જિંજર લાઇમ અને મિન્ટ લાઇમમાં મળશે. 'કિંગફિશર રેડલર'૨૫૦ મિલીનું કેન કે બોટલ ૪૫ રૂપિયાની કિંમતે મળશે. કંપનીએ ગુજરાતની સાથોસાથ આ ડ્રિંક કર્ણાટકમાં પણ લોન્ચ કર્યું છે.

'કિંગફિશર' કંપની છેલ્લા ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી રહી છે કે, ગુજરાતમાં પણ કિંગફિશર મળશે. હવે એ લોકોએ સિક્રેટ ખોલ્યું છે કે કિંગફિશર કંપનીએ ગુજરાતથી પોતાના નોન-આલ્કોહોલિક ડ્રિંક 'રેડલર'ની શરૂઆત કરી છે.

બિયર માટે જાણીતા જર્મનીના બાવરિયામાં ૧૯મી સદીમાં અત્યંત ઓછો આલ્કોહોલ ધરાવતું 'રેડલર' નામનું એક પીણું લોકપ્રિય હતું. પરંતુ ગુજરાતમાં મળતા થયેલા 'કિંગફિશર રેડલર'માં સ્વાભાવિક રીતે જ કોઈ આલ્કોહોલ નહીં હોય.(૨૧.૮)

(11:42 am IST)