Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સ્પર્ધાત્મક પરીક્ષામાં અનામતને કારણે સવર્ણોને અન્યાય મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી :29મીએ સુનાવણી

અનામત કેટેગરીના ઉમેદવારોને વધારાના લાભ આપવા મુદ્દે પણ વાંધો ઉઠાવાયો

અમદાવાદ :સ્પર્ધાત્મક પરીક્ષામાં અનામતને કારણે સવર્ણોને થતા અન્યાય મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે બંધારણની જોગવાઇ મુજબ સરકારે અનામત આપી હોવા છતાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વધારાના લાભ આપવા મુદ્દે અરજીમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

 અરજદારે રજૂઆત કરી હતી કે અનામત કેટેગરીના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછી પરીક્ષા ફી, ઓછા માર્કે પાસ થવું, નોકરીમાં વધુ ઉંમરનો લાભ, તેમજ પરીક્ષાના વધુ ટ્રાયલ જેવા લાભ આપવામાં આવે છે.

  આ ઉમેદવારો મોટેભાગે શહેરમાં રહેતા હોવાથી પરીક્ષા ફી ભરી શકે તેમ છે. અને અનામત કેટેગરીના ઉમેદવારો ઓપન બેઠકમાં પણ ભાગ પડાવે છે. આથી જરૂર ન હોવા છતાં સરકાર તમામ લાભો આપી રહી છે. તેને બંધ કરવા અરજદારે માગ કરી છે

  . હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારનો ખુલાસો માંગી સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો છે. આ મામલાની વધુ સુનાવણી 29 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

 

(10:43 am IST)