Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય અને સંતોએ લીધી વડાપ્રધાન નરેન્દ્રભાઈની મુલાકાત :મોદીએ 'જય સ્વામિનારાયણ 'કહી આવકાર્યા

અમદાવાદ :રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો  ગુજરાતના અનેક ધાર્મિક સંસ્થાનો સાથે ગાઢ નાતો છે તાજેતરમાં મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજી અને તેઓની સાથેના સંતોએ દશેરા નિમિતે વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આશીર્વચન આપ્યા હતા વડાપ્રધાન મોદીએ જય શ્રી સ્વામિનારાયણ સાથે આવકાર્યા હતા

  મણિનગર ગાદી સંસ્થાનના સંત ભગવતપ્રિય દાસજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની આચાર્ય સ્વામી સાથેની મુલાકાતમાં રાષ્ટ્રના નિર્માણ અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે વડાપ્રધાન અને આચાર્ય સ્વામીનો વાર્તાલાપ થયો હતો

  વડાપ્રધાને મણીનગર ગાદી સંસ્થાનની સેવાકીય પ્રવૃત્તિ અને ધર્મના રક્ષણ માટેના કાર્યોને બિરદાવી આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા

(8:56 am IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST