Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગુજરાત : સ્વાઇન ફ્લુગ્રસ્ત સેંકડો લોકો સારવાર હેઠળ

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસ : સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા માટે પ્રયાસો અપુરતા પુરવાર

અમદાવાદ, તા.૧૬ : સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. રાજ્યમાં હજુ પણ ૨૮૦થી વધુ લોકો સારવાર હેઠળ છે અને નવા કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૮થી પણ ઉપર પહોંચી ચુક્યો છે.  રાજ્યમાં સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૨૮થી ઉપર પહોંચી ચુકી છે. મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુના કારણે સપ્ટેમ્બર બાદથી મોતનો આંકડો વધીને ૩૮ ઉપર પહોંચી ચુક્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે.  અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૬૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ ૧૬ના મોત થયા છે. મોટી સંખ્યામાં દર્દી અમદાવાદમાં પણ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના કારણે ભારે હાહાકાર મચેલો છે. દરરોજ નવા નવા કિસ્સા સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો વધુ હોઈ શકે છે. સ્વાઈન ફ્લુને લઇને માહિતી છુપાવવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર દેખાઈ રહી નથી. કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૪૨૮થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે.

(9:41 pm IST)