Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મોવી રોડ પરથી રૂપિયા ૨.૩૯ લાખના વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા શખ્સોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા તથા પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર દેડીયાપાડા નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.વસાવા પો.સ.ઈ. આમલેથા પો.સ્ટે .તથા હે.કો.બાબુભાઈ બચુભાઈ એ પોલીસ સ્ટાફના માણસો સાથે બોરીદ્રા ગામના બસ સ્ટેશનથી આગળ આવેલ રાજપીપલા - મોવી રોડના ડીવાઈડરવાળા પુલ ઉપર પ્રોહી.નાકાબંધીમાં હતા તે દરમ્યાન એક બે સવારી મો.સા. શંકાસ્પદ હાલતમાં આવતા તે મો.સા.ના ચાલકને ઉભી રાખતા  શંકરલાલ પ્રભુલાલ નાયક (મુળ રહે . બોરાળા તા.રાયપુરજી.ભીલવાડા રાજસ્થાન) તથા રામપાલ દેવીલાલ ભીલ (મુળ રહે.પિતાકાખેડા તા. રાયપુરજી.ભીલવાડા ( રાજસ્થાન ) નાઓની પાસેથી મોટર સાયકલ ઉપર બે ટ્રાવેલીંગ બેગમાં સુકા ગાંજાના કુલ પેકેટ નંગ -૨૧ મા કુલ ગાંજો ૨૩ કિલો ૯૪૪ ગ્રામ કિ.રૂા .૨,૩૯,૪૪૦ નો તેલંગણામાંથી ગુજરાત રાજયમાં બિનઅધિકૃત રીતે હેરાફેરી કરતા મો.સા.નં -૧ કિ.રૂા . ૪૦,૦૦૦ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂા.૩૦૦૦- તથા અંગ ઝડતીના રોકડા રૂ .૯૦૦ મળી  કુલ મુદ્દામાલ રૂા ૨,૮૩,૩૪૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આ પકડાયેલ બન્ને આરોપીઓ તથા બીજા બે માલ મોકલનાર શખ્સ તથા માલ મંગાવનાર મોબાઇલ ઇસમ વિરૂધ્ધમાં આમલેથા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(11:18 pm IST)