Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વડિયા ગામમાંથી વિધવા મહિલાની સગીર વયની દીકરીને કોઈ અજાણ્યો શખ્શ ભગાડી જતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા વડિયા ગામમાંથી એક વિધવા મહિલાને સગીરવયની દિકરીને કોઈ ભગાડી જતા માતાએ રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડિયામાં રહેતા એક વિધવા મહિલાએ આપેલી ફરીયાદ મુજબ ગત તારીખ .2.9.21 ની સાંજે ગામમાંથી કોઈ અજાણ્યો શખ્શ તેમની 17 વર્ષની દીકરી ને પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ જતા ઘણા દિવસો શોધખોળ કરવા છતાં આજદિન સુધી ક્યાંય ન મળી આવતા માતા એ તારીખ 17 સપ્ટેમ્બર એ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:16 pm IST)