Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજપીપળાની હોટલ સરસ્વતીના મેનેજરે નિયમ મુજબ રજીસ્ટર ન રાખતા SOG એ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સફેદ ટાવર પાસે આવેલી હોટલ સરસ્વતી માં નિયમોનું પાલન ન થતા એસઓજી પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા એસઓજી પી.આઈ.કે.ડી.જાટ ટીમ સાથે હોટલોના ચેકીંગ માં હતા ત્યારે તારીખ 17 સપ્ટેમ્બર ની સાંજે સફેદ ટાવર પાસે આવેલી હોટલ ના ચેકીંગ દરમિયાન કાઉન્ટર પરનું રજીસ્ટર ચેક કરતા તેમાં નિયમ મુજબ તા.૧/૯/૨૦૨૧ થી તા.૧૭/૯/૨૦૨૧ સુધીની મુસાફરોના ૨૨૩ થી ૨૭૧ નામો નોંધ કરવામાં આવેલ હોવા છતાં પથિક સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઓંનલાઇન નહિ કરી હોય જેથી હોટલના મેનેજર અજીત બચુભાઇ વસાવા(રહે.ચિત્રાવાડી )નાઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.

(11:12 pm IST)