Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અમદાવાદમાં બ્રેઇન ટયુમરની બિમારીથી પીડાતી 11 વર્ષની ફલોરા આસોદિયાની કલેકટર બનવાની ઇચ્‍છા પૂરી કરાઇઃ કલેકટરની ખુરશી ઉપર બેસાડાઇ

બીમારી સામે લડીશ અને જીતીને કલેકટર બનવાનો આશાવાદ કર્યો

અમદાવાદ: અમદાવાદ કલેકટરની ખુરશી ઉપર 11 વર્ષની ફ્લોરા અપૂર્વ આસોડિયા નામની દીકરી બેસીને એક દિવસ માટે કલેકટર બની હતી. અમદાવાદ શહેરમાં રહેતી 11 વર્ષની ફ્લોરા આસોડિયા બ્રેઇન ટ્યુમરની બીમારીથી પીડાય છે, તેણીની એક દિવસ માટે કલેકટર બનવાની ઈચ્છા હતી જે આજે પૂર્ણ કરવામાં આવી હતી.

બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરા અપૂર્વ આસોડિયા ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેણીએ જણાવ્યું હતું કે, મારી ઇચ્છા મોટા થઈને કલેકટર થવાની છે, છેલ્લા થોડા મહિનાથી હું બીમાર પડી છું અને મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. મને વિચાર આવ્યો કે આવી તબિયતને લીધે હું કલેકટર બનીશ બની શકીશ? આ દરમિયાન મારા પપ્પાને મેક એ વિસ ફાઉન્ડેશન વિશે જાણકારી મળી અને મારું સપનું સાકાર કરવા સંસ્થાનો સંપર્ક કર્યો અને કલેક્ટર સાહેબે મારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂબ રસ દાખવી ત્વરિત નિર્ણય લીધા. મારા ઘરની મુલાકાત પણ લીધી.

આજની તારીખે બધાના સહકારથી મારી ઇચ્છા પરિપૂર્ણ થઈ જાય હું ખૂબ જ ખુશ છું. અને મને લાગે છે કે ચોક્કસ હું આ બીમારી સામે લડી અને જીતીશ. એક દિવસ કલેકટર બનીશ.

(6:14 pm IST)