Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વડોદરાના સમા વિસ્તારમાં મહાપ્રસાદીમાં ટિફિન ભરવા મુદ્દે થયેલ તકરારમાં યુવક પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં વિશ્વકર્મા જયંતી નિમિત્તે મહાપ્રસાદીમાં ટિફિન ભરવા મુદ્દે રસોઇયાએ અન્ય યુવકને માથામાં તવેથો ફટકારી મોત નિપજાવવાની કોશિશ મામલે બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા 36 વર્ષીય શીતલ પ્રસાદ મિસ્ત્રી સુથારી કામ કરે છે. ગઈકાલે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી નિમિત્તે મુખી નગર ત્રણ રસ્તા પાસે વિશ્વકર્મા મંદિરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે મહાપ્રસાદીનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમમાં શીતલ પ્રસાદ મિસ્ત્રી તથા તેમના કાકા શ્યામ બહાદુર વિશ્વકર્મા પહોંચ્યા હતા મંદિરમાં ટિફિન ભરવા બાબતે રસોડામાં કામ કરતા શિવ શંકર વિશ્વકર્મા ( રહે- શાંતિ નગર સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા ) એ રામ સુરત વિશ્વકર્મા તેમજ વિજય વિશ્વકર્મને અપશબ્દો બોલી જણાવ્યું હતું કે તમે બીજાના ટિફિન ભરવા માટે કેમ આવો છો તેમ જણાવી શિવ શંકર ઉશ્કેરાઈ જઈ તપેલામાં મુકેલો લોખંડનો તવેથો શ્યામ બહાદુર વિશ્વકર્માના માથામાં ફટકારી મોત નીપજવાની કોશિશ કરી હતી. હાલમાં તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(4:46 pm IST)